January 25, 2014
ઘરના કે અન્ય કોઈ પણ સભ્યો આપણને કોઈ કામ કે સેવા બતાવે તો તુરત ના ન પાડીએ.
આપણા કોઈ મિત્રોને પણ ચીડવવા નહિ, નામ ન પાડવાં.
આપણી ભૂલને તુરંત સ્વીકારતાં શીખવી.
ભાઈ કે બહેન સાથે કે અન્ય સાથે મારઝૂડ ન કરવી.
આપણાથી કોઈ દુભાઈ જાય તો નમ્ર ભાવે તેમની માફી માંગી લેવી.
January 18, 2014
“વચને કરીને તો કોઈ જીવ-પ્રાણીમાત્રને દુઃખવવાં નહીં.”
“પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેણે મોટાને સમીપે નમી દેવું.”
January 11, 2014
ઘણા વાણીથી આખાબોલા હોય છે. તેમની બોલી જ એવી હોય કે કામ કરે, મદદરૂપ થાય, પણ બોલીને બગાડી નાખે.
દૂધ પિવડાવવા ઘણો આગ્રહ કરે. “લો ને લો... લો ને લો...” છતાંય સામેવાળા ના પડે તો કહે, “ભલા, માણસ લ્યોને ! આમેય પાડાને પીવડાવી દેવાનો હતો ને તમે આવી ગયા છો તો હવે લ્યો.”
ઘરે કોઈક અચાનક મહેમાનગતીએ આવી ગયું હોય અને જમાડવાનું થાય તો જમાડે જરૂર. પણ જયારે સામેવાળા એમ કહે કે, “માફ કરજો, તમને તકલીફ આપી, નહીં ?” તો કહે, “કંઈ વાંધો નહીં. આજ મારા કૂતરાને ચાટમાં નહિ આપું. તમે આવ્યા છો તો જમાડીને જ જાવ.”