August 28, 2015
જીવન એટલે નભને ધરા પર ને ધરાને નભ પર લઈ જનાર જુસ્સો છે. યુવાન નિષ્ફળતામાં હકારાત્મક વિચારસરણી અપનાવી કેવા સફળતાના શિખરો સર કરી શકે છે ? પરંતુ આજના યુવાનમાં જોમ-જુસ્સો કેમ હણાઈ ગયેલા દેખાય છે ? વિષય, વ્યસન ને ફેશનમાં કેમ તણાઈ ગયો છે તેના કારણો ‘યૌવન : જીવનનો એક ઉત્સાહ’માં આલેખન પામ્યા છે.
August 19, 2015
માનવજીવનની ત્રણે અવસ્થાઓ : બાળ, યૌવન અને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થા એ અતિ મહત્ત્વપૂર્ણ અવસ્થા છે. યુવા અવસ્થા કેટલી મૂલ્યવાન છે ? યુવાનમાં કેટલી અજબ તાકાત છે ? યૌવનમાં કેવી મરી મીટવાની ભાવના છે ? પૂર્વે યુવાનો કેવા સાત્ત્વિકતા, બ્રહ્મચર્ય આદિ સદ્ગુણોને ધારણ કરી નૂતન પ્રેરણા આપી ગયા છે તે ‘યૌવન : જીવનનો એક ઉત્સવ’માં રજૂ થયેલ છે.
August 12, 2015
યુવા અવસ્થામાં Inner personality ખીલવવાનું એક બાહ્ય માધ્યમ હોય તો તે છે સાત્ત્વિકતા... રંગરાગી અને ભોગવિલાસી જીવનમાં સાત્ત્વિકતા એ જૂનવાણી વિચારો છે એવું અત્યારની પેઢીને કદાચ લાગશે... પણ... સાત્ત્વિકતામાં એક જબરજસ્ત આધ્યાત્મિક પ્રભાવ રહેલો છે તે કેવો છે ? તથા જીવનમાં કેવી એક અનોખી અનૂભુતિ થાય છે તથા આ ગુણ કઈ રીતે દૃઢ કરવો તે જોઈએ લેખમાળા ‘યુવાન શોભે સાત્ત્વિકતાથી...’ લેખમાં.
August 5, 2015
મહાન જીવન જીવવા માટેનો આધાર વિચારો ઉપર જ છે પરંતુ આપણા દૈનિક જીવનમાં મુખ્યત્વે બે વિચારો રમણ કરતા હોય છે : (1) Positive અને (2) Negative. Negative વિચારો બંધ કરી કઈ રીતે Positive થવું અને કઈ રીતે આપણી યુવાવસ્થાને Negative રૂપી ઊંઘમાંથી ઉઠાડી Positiveની દુનિયામાં લઈ જવો તે આ લેખ ‘એ યુવાન ! ઊઠ... જાગ !’માં માણીશું.