June 28, 2016
વર્તમાનના સંકુચિત માનુષી જીવનમાં અન્યની પ્રગતિને જોઈ હૈયું ઈર્ષ્યારૂપી અગ્નિજ્વાળાથી બળી મરતું હોય છે. જે તમામ સાનુકૂળ સંજોગોમાં પણ આનંદની પળો ગુજારવા દેતું નથી. આવી ઈર્ષ્યાનું લક્ષણ શું ? ઈર્ષ્યા અન્યને કેવી હાનિ પહોંચાડાતી હોય છે ? તે ‘સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યા’ લેખમાં જોઈએ અને તેનાથી રહિત થઈએ...
June 19, 2016
જીવનમાં સદાય સુખી રહેવા માટે સમજણ કેવી દૃઢ કરવી તે આપણે શીખ્યા... પરંતુ હજુ એક પરિબળ એવું છે કે જે આપણને સુખના સમુદ્રમાં બેઠા થકા પણ અંતરે આગ લગાડે છે. અને દુ:ખિયા કરી દે છે. શું છે એવું ? જેને નિવારવું અતિ આવશ્યક છે.
June 12, 2016
સમજણેયુક્ત જીવનવાળી વ્યક્તિ કાંટાળી કેડી પર કોમળ ફુલો બિછાવી દેવા સક્ષમ છે. કેવી રીતે ? તો, પ્રથમ વડીલ તરીકે કેળવવાની સમજણ આપણે દૃઢ કરી. હવે, અન્ય ત્રણ સમજણ કેવી કેળવવી તે આ લેખમાળામાં શીખીએ...
June 5, 2016
વિપરીત સંજોગોમાં દુઃખથી રહિત થવાનો ઉપાય છે – સમજણ. વાસ્તવમાં સમજણ એટલે શું ? કેવા સંજોગોમાં કેવી સમજણ રાખવી ? તે જ રીતે ચોતરફ થતી આપણી વાહવાહથી નિર્લેપ રહેવાનો ઉપાય પણ છે – સમજણ. તેની અલ્પ ઝાંખી કરીએ ‘સુખ-દુઃખનું મૂળ - સમજણ’માં.