કંઈક છોડો - પૂર્વાગ્રહ અને અભિપ્રાય - 2

  December 12, 2014

કોઈ ગમે તેવા સ્વભાવવાળા હોય, આપણી સાથે સેટ થતાન હોય, પરંતુ જો ત્યાં પૂર્વાગ્રહની ગાંઠ વાળ્યા વગર નિખાલસ ભાવે એમની સાથે વર્તાવ કરીએ અને સાથે સાથે મહારાજ અને મોટાપુરુષના સંકલ્પમાં ભેગા ભળવા સાચા ભાવથી પ્રાર્થના કરીએ, તો આપણાં વિખૂટાં મન એક થઈને સુહૃદભાવ પ્રગટશે.

પૂર્વે જે જે મહારાજના સંકલ્પમાં ભેગા ભળી ગયા હતા, પૂર્વાગ્રહ મૂકી દીધો હતો, એ જ રાજીપાનાં પાત્ર થયાંછે. મહારાજની આજ્ઞા થતાં જ એ મખિયાવનાં ફઈબાનાં વહુએ ફઈબા પ્રત્યેનો પૂર્વાગ્રહ છોડી દીધો, તો મહારાજના રાજીપાનાપાત્ર બન્યાં, પરંતુ પૂર્વાગ્રહ છોડી ન શક્યાં તો મહારાજ નારાજ થઈ ગયા અને મખિયાવનું અન્નજળ હરામ કરી દીધું. જેમ ફઈબા પૂર્વાગ્રહ ન છોડી શક્યા તો મહારાજ નારાજ થઈ ગયા તેમ આપણે કોઈના વિષે પૂર્વાગ્રહ બાંધ્યા હશે તેને શું મહારાજ ચલાવશે? ના... ના... સત્સંગમાં રહેવા છતાંય આપણને સુખ નહિ લેવા દે. જો અખંડ સુખિયા રહેવું હોય તો પૂર્વાગ્રહના ડાઘથી રહિત થઈ, એકદમકોરી સ્લેટ કરી નાખવી.

પૂર્વાગ્રહથી રહિત થવાના ઉપાયો :

1). જૂની છાપ ભૂંસી નાખો અને નવી છાપ પડવા ન દેવી:

બ્લૅકબોડૃ ઉપર એક વખત જો લખાણ કર્યું હોય તો એને ભૂંસીએ ત્યારે જ નવુંલખાણ લખી શકાય એમ કોઈને વિષે આપણા માનસપટ પર જો કોઈ લખાણ લખાઈ ગયું હોય તો તેને ભૂંસવું ફરજિયાત છે; તો જ ગુણ આવે.“એણે મને આમ કહ્યું હતું. એણે મારી જોડે આવો વ્યવહાર કર્યો હતો”– આ વાતને યાદ રાખીને કોતરવાની નહિ, પણ પાણીના લીટાની જેમ ભૂંસી નાખતાં શીખવું જોઈએ; તો જ પૂર્વાગ્રહથી રહિત થવાય. જૂની છાપને ભૂંસ્યા પછી પણ સતતખટકો રાખવો પડે કે કોઈના વિષે નવી છાપ ઊભી ન થાય. બે શબ્દો કહ્યા તો ભલે કહ્યા. આપણને ક્યાં ખાડો પડી જવાનો છે? પણ જો પૂર્વાગ્રહ બંધાઈ જાય તો આત્મીયતામાં ખાડો પડી જશે. માટે કોઈના પ્રત્યે નવી છાપ ન પડવા દો.

2). ગુણનો વિચાર કરીએ:

બંધ ઘડિયાળ પણ 24 કલાકમાં બે વખત સાચો સમય બતાવે છે. બાપાશ્રીએ પણ વાતોમાં કહ્યું છે કે, કોઈમાં સો અવગુણ હોય તોય એક ગુણ તો હોય જ, તેઆપણે જોવો, તો એના વિષેનો ખોટો પૂર્વાગ્રહ ટળી જાય છે. કારેલાંના શાક પ્રત્યેનો પૂર્વાગ્રહ હોય અને જો ડાયાબિટીસ થાયતો કારેલાંના ગુણના વિચારેકરીને તેના વિષેનો પૂર્વાગ્રહ ટળી જાય અને રોજ કારેલાંનું શાક જમતાં થઈ જાય છે. આપણી આસપાસ રહેનાર મુક્તોમાંથી હંમેશા ગુણ શોધવા અને એનાગુણનો જ વિચાર કર્યા કરવો... તો બંધાઈ ગયેલા પૂર્વાગ્રહ ટળી જાય છે અને નવો અભિપ્રાય બંધાતો નથી.

3). દૃષ્ટિકોણ બદલીએ :

જેવું આપણે વિચારીએ છીએ એવું જ આપણું જીવન બને છે. નકારાત્મક વિચારો કરીશું તો એનું પરિણામ નકારાત્મક જ મળે છે. અને જેટલા હકારાત્મક વિચારો કરીશું એટલું એનું ફળ યશસ્વી મળે છે. પૂર્વાગ્રહથી રહિત થવા માટે આપણા જૂના, ખખડી ગયેલા, ઘસાઈ ચૂકેલા વિચારોને તિલાંજલી આપી દઈએ અને એકબીજા સાથે પ્રેમ-આશા અને લાગણીથી ભરેલા નવા, તાજા અને રચનાત્મક વિચારોની આયાત કરીએ, દૃષ્ટિને બદલીએ. જેટલો સવળો દૃષ્ટિકોણ કેળવીશું એટલા જ જીવનમાં સફળતાના, સુખના માર્ગે આગળ વધી શકાશે.

માનવસહજ સ્વભાવ નકારાત્મક વલણ ધરાવતોહોય છે. કોઈ બે વ્યક્તિ સાથે ઊભા રહી વાત કરતા હોય અથવા તો હસતા હોય તો ત્રીજી વ્યક્તિ એમને હસતા જોઈ હસવાને બદલે બળવા માંડે છે અને કંઈક બન્યું હોય તો તરત જ નકારાત્મક વિચારોની હારમાળા સર્જાઈ જાય કે એ બંને મારી જ વાત કરતા હશે. કદાચ વાત ન કરતા હોય તોપણ પૂર્વાગ્રહ બંધાઈ જાય છે. પરંતુ એમને હસતાં જોઈને પોતે પણ હસ્યા હોત તો? અરે, કદાચ આપણી જ વાત કરી હોય તોય આપણને ક્યાં ચોંટી ગઈ છે? શું કરવા આપણા માથે લઈ લઈએ છીએ?એ આપણાં હિતની જ વાત કરે છે એવું વિચારી દૃષ્ટિકોણ બદલી નાંખીએ, તો આપણને એમના વિષે પૂર્વાગ્રહને બદલે ભાવ જન્મે છે.

4). ભ્રાતૃભાવના નાતે ભૂલતાં શીખવું:

કેટલીક વખત અન્યના જીવનની કેટલીક મર્યાદાઓ જોઈ આપણે કાયમ માટે એમને એ જ નકારાત્મક દૃષ્ટિથી જોઈએ છીએ. પરંતુ શું આપણામાં કોઈ જ ખામી નથી? શું આપણે સંપૂર્ણ છીએ ? આપણામાં જેમ કેટલીક મર્યાદાઓ રહેલી છે એમસામેના પાત્રમાં પણ કેટલીકમર્યાદાઓ હોય; એને ઉપસાવવાની ના હોય, એને ભૂલી જવાની હોય. ગમે તેમ તોય એ આપણા પરિવારના જ સભ્ય છે. એમની સાથે જ આપણે રહેવાનું છે, એ જ આપણાં સુખ-દુ:ખના સાચા ભાગીદાર છે. જેટલું યાદ રાખીશું એટલો જ પૂર્વાગ્રહ પાકો થશે અને જેટલું ભૂલીશું એટલો જ પૂર્વાગ્રહ ટળશે.

5). ટકોર કરવી પણ હળવી અને મીઠી:

કેટલીક વારઆપણા ટોક-ટોક કરવાના સ્વભાવને કારણે સામેની વ્યક્તિને આપણા પ્રત્યે પૂર્વાગ્રહ બંધાય છે અને આપણને પણ એ વ્યક્તિ તરફનો ખોટો અભિપ્રાય દૃઢ થાય છે.વ્યવહારમાં રહીએ એટલે ક્યાંક કહેવું તો પડે જ, પણ ક્યારેય એકની એક વાત માટે વારંવારટોકવા નહીં.થોડી રાહ જોવી. એનામાં સુધારો ન થયો તો તેની પાછળ શું રહસ્ય છે તે તપાસવું. પ્રેમ અને હૂંફથી યોગ્ય દિશા આપવી. પરંતુ ક્યારેય કોઈને કટાક્ષમાં કહેવું નહિ, કટાક્ષમાંકહેવાથી પૂર્વાગ્રહ વધુ પ્રમાણમાં ઘનિષ્ઠ બની જાય છે. એકની એક જ વાતને મીઠાશભર્યા શબ્દોથી કહેવામાં આવે તો પરિવર્તન થાય અને પૂર્વાગ્રહ પણ બંધાય નહીં.

6). સાચી વાતની નિખાલસ ભાવે સ્પષ્ટતા:

કેટલીક વખત કોઈ વાત કે સંજોગ બને ત્યારે આપણે એ વાતની સ્પષ્ટતા કરવાને બદલે ચોળીને ચીકણી કરતા હોઈએ છીએ. જેટલી વાતને ચીકણી કરીએ એટલો પૂર્વાગ્રહ પણ ચીકણો બને છે. પરંતુ જો એ જ વાતની પરિવારના સભ્યો કે સત્સંગ સમાજના કોઈ પણ સભ્ય હોય તેની સાથે નિખાલસ ભાવે સ્પષ્ટતા થઈ જાય, સાચી વાતની રજૂઆત થઈ જાય તો પ્રશ્નનું ત્વરિતસમાધાન થઈ જાય છે. એકબીજા પ્રત્યેની અંદર રહેલી ગેરસમજ દૂર થઈ જાય છે અને પૂર્વાગ્રહથી દૂર રહી શકાય છે.

આવા પૂર્વાગ્રહથી રહિત થવાના ઉપાયોને આપણા સ્વજીવનમાં અનુસરીએ તો પૂર્વાગ્રહરૂપી પીડાદાયક રોગથી મુક્ત થઈ શકાય છે. મળેલા દિવ્ય કારણ સત્સંગમાં સૌનો મહિમા સમજીએ, સૌની સાથે હળી-મળી એમના થઈને રહીએ.પૂર્વાગ્રહનાં પોટલાં બાંધીને ભારરૂપ થઈ ફરવું એના કરતાં પૂર્વાગ્રહ અને અભિપ્રાયોને છોડી હળવાફૂલ જેવા થઈ જઈએ.

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો:

દુ:ખકરસંસારનો સુખકર ઉકેલ