સદ્. ગોપાળાનંદ સ્વામી દર્શન - ભાગ - 2
September 4, 2013
(૩) સદ્.બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢમાં મંદિર તૈયાર કરાવતા હતાં. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી રંગીલદાસ મંદિર તૈયાર કરવામાં વિઘ્ન નાખતો હતો. એક વખત રંગીલદાસને રાજ્યના કામ માટે વડોદરા જવાનું થયું ત્યારે સદ્.બ્રહ્માનંદ સ્વામીએ ઉતાવળા મંદિરનું કામ-કાજ ચાલુ કર્યું. આં વાતની રંગીલ્દાસને ખબર પડતા તેણે જણાવ્યું કે હું જૂનાગઢ આવું છું અને સ્વામિનારાયણ મંદિરનો કાંકરે કાંકરો ઉડાડી દઈશ.
આ વાતની રૂપશંકરભાઈને ખબર પડતા તેમણે મંદિરમાં જાણ કરી. તે સમયમાં સદ્. ગોપાળાનંદસ્વામી ત્યાં પધારેલા. તેમને સદ્.બ્રહ્માનંદ સ્વામીએ બધી વાત કરી અને રંગીલદાસ મંદિર નહિ થવા દેવાનું કહે છે. વાળી નાગરોનો પણ વિરોધ છે માટે દયા કરીને રક્ષા કરજો. ત્યારે સદ્.ગોપાળાનંદ સ્વામીએ કાંખમાંથી એક મોવાળો તોડી બતાવ્યો અને બોલ્યા, “જાવ, હવે પછી રંગીલદાસ જૂનાગઢની હદમાં પગ નહિ મૂકી શકે.”
અને ખરેખર બન્યું પણ એવું જ. રંગીલદાસ મંદિરને તોડી નાખું તોડી નાખું કરતો વડોદરાથીં નીકળ્યો. તે મરતે ઘોડે આવી રહ્યો છે. રસ્તામાં વડાલ પાસે વાડમાંથી સસલું નીકળતા ઘોડો ભલ્ક્યો અને રંગીલદાસ નીચે પડ્યો કે તરતજ પેટમાં રહેલ બરછી પોતાને વાગી ને ત્યાં જ દેહને છોડી દીધો. દિવસો ગયા અને શબ્ પડ્યું રહેવાથી ગંધાઈ ગયું. તેથી જૂનાગઢ ખબર પડતા નવાબે ફરમાન કર્યું કે શબને જૂનાગઢનાન્હાદ્માં લાવવું નહિ. ને ત્યાંજ સળગાવી દેવું. આમ ગોપાળાનંદ સ્વામીના વચન મુજબ ફરીવાર રંગીલદાસ જૂનાગઢમાં ન આવી શક્યા.
આવોજ પ્રસંગ ઘનશ્યામનગર મંદિરનો બનેલો... ગુરુવર્ય પ.પૂ.બાપજી જયારે ઘનશ્યામનગર મંદિરમાં રહેતા હતા ત્યારે એક વિરોધી અને દ્વેષી તત્વએ મંદિરમાં આવીને ઝઘડાઓ કર્યો અને પ.પૂ.બાપજીને કહ્યું કે કાં તો તમેં અહિયાં નહિ કાં તો હું અહિયાં નહીં. બધાએ ઘણું સમજાવ્યો પણ તે સમજવા તૈયાર નહીં. ત્યારે પ.પૂ.બાપજી બોલ્યા કે આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે. માટે જ્યાં ભગવાન હશે ત્યાં અમે સદાય છીએ. એમાં કોણ અહિયાં રહેશે ને કોણ નહીં તે ભગવાન નક્કી કરશે.
અને બન્યું પણ એવું જ. બીજા દિવસે સરકારી ગુન્હામાં આવતા તે દ્વેષી-વિરોધી તત્વને અમદાવાદ તડીપારનો કાયદો લાગુ પડ્યો. અને અમદાવાદ છોડીને જતા રહેવું પડ્યું.. એટલું જ નહીં પણ તેમનું એક્સીડન્ટમાં મૃત્યુ થયું અને અમદાવાદમાં એમનો દેહ બળવામાં ન આવ્યો. આમ, ભગવાનના ધામમાંથી આવેલા દિવ્યપુરુષોનો દ્રોહ થાય તેનું આવું પરિણામ આવે.
આમ આવા પ્રસંગ પરથી સદ્. ગોપાળાનંદ સ્વામીના જેવી જ વચન સિધ્ધતા, સામર્થી અને પાવરના આપણા એજ અમીરપેઢીના ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં દર્શન થાય છે.
(૪) વડોદરાના બાપુરાયજીના માતુશ્રી ધામમાં ગયા ત્યારે તેમના તેરમાના દિવસે પોતે શ્રીમંત અને આબરૂદાર હોવાથી પોતાની નાતના અને બીજા સર્વે મળીને ૩૦૦૦ માણસોને જમવા માટે શોરી-પૂરી વગેરે રસોઈ કરાવી. જમવાનો વખત થયો ત્યારે આખાય વડોદરાના બધા માણસ માળી ૮-૧૦ હાજર માણસો આવ્યા.
બાપુરાયજીના પીતારાઈ ભાઈ સત્સંગના દ્વેષી હતા. તેમણે બાપુરાયજીની આબરૂ લેવા માટે બધે નોતરાં દેવ્રાવ્યા હતાં. તેથી આખાય શહેરના બધાય માણસ જમવા આવ્યા.
બાપુભાઈ અને તેમના ભાઈ પ્રેમચંદભાઈ ગભરાઈ ગયા. હવે તાત્કાલિક શું કરવું તેનો ખ્યાલ ન આવ્યો. અને સદ્. ગોપાળાનંદ સ્વામી પાસે આચ્વ્યા ને બધી વાત કરી. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે ગભરાશો નહીં. મહારાજને સંભારો. શ્રીહરિએ તમને પૂજવા આપેલી જે મૂર્તિ છે તેણે થાળ ધરાવી, પછી તેની પ્રસાદી બધી રસોઈમાં ભેળવી દેજો ને મૂર્તિને જ્યાં રસોઈ હોય ત્યાં જ પધરાવી દેજો.
પછી ભલે ૧૦-૨૦ હાજર માણસો જામે છતાંય કોઈ જ ખૂટશે નહીં. અરે કદાચ આખું વડોદરા નોતરીને બોલાવો તો પણ ભગવાન જરૂર તમારી લાજ રાખશે...
બાપુભાઈ સ્વામીને પગે લાગી ઘેર ગયા અને કહ્યા પ્રમાણે કર્યું. અને દાસ હાજર માણસો જમ્યા છતાય રસોઈ તો તેટલી ને તેટલી જ. આમ ભગવાન સદાય પ્રગટ છે અને રક્ષામાં તેનો બીજાને પણ અનુભવ થયો.
આવો જ પ્રસંગ ઘનશ્યામનગર મંદિરના પાટોત્સવ વખતે થયો હતો. ત્યારે શીરાની પ્રસાદીનો હોજ ભરીને બનાવ્યો હતો. એ વખતે હરિભક્તોની સંખ્યા ઘણી વધી ગઈ. શીરો બનાવવાવાળા પણ થાકી ગયા હતા. તેમને વિચાર્યું કે આટલી બધી સંખ્યાને આં શીરો આપવો શક્ય નથી. જરૂર શીરો ખૂટશે અને નવો બનાવવો પડશે. તે નવો શીરો બનાવવા તૈયારી કરવી તે પણ અઘરી છે. બધા ચિંતામાં ડૂબી ગયા. અને એજ સમયે પ.પૂ.બાપજીને આ વાત જણાવી...
ત્યારે પ.પૂ.બાપજી હોજ આગળ પધાર્યા અને હોજની પાળી ઉપર હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કાર્ય અને પ્રગટભાવે પ્રાર્થના કરી. અને ભગવાનને સાકાર ધરાવી તે પ્રસાદીની સાકાર શીરામાં નાખી અને કહ્યું કે જ્યાં સુધી આં પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી હરિકૃષ્ણ મહારાજને અહીંથી લેવા નહીં. અને બધાને જેટલી જોઈએ તેટલી શીરાની પ્રસાદી આપો.
અને બન્યું પણ એવું જ કે આબેલા હજારો હરિભક્તો પ્રસાદ જમ્યા છતાં શીરો એટલો ને એટલો જ. ત્યારે આજુબાજુ સોસાયટીમાં રહેતા રહીશોને જેટલો જોઈએ તેટલો શીરો આપ્યો છતાં તે ન ખૂટ્યો ત્યારે પ.પૂ.બાપજીએ શીરાના હોજ પરથી હરિકૃષ્ણ મહારાજને લીધા પછી ધીમે ધીમે શીરાનો હોજ ખાલી થયો.
સદ્. ગોપાળાનંદ સ્વામીના અનેકાઅનેક પ્રસંગો છે તેના પરથી ખ્યાલ આવે કે સ્વામી કેવા મહાસમર્થ, મહાપ્રતાપી હશે. સ્વયં શ્રીજીમહારાજ તેમને પોતાના ધામમાંથી પોતાના સંકલ્પો પૂરા કરવા માટે સાથે લાવ્યા હોય તેવા સદગુરુ તો કેવા સમર્થ હોય ! અવરભાવમાં આપણને એમના મનુષ્યસ્વરૂપના દર્શન થયા નથી પણ એશ્વર્ય પ્રતાપ સાંભળી સ્વામી કેવા હશે તેનો ખ્યાલ આવે. તેમના દર્શનની બધાને ઈચ્છા હોય, તેમના રાજીપા અને આશીર્વાદની બધાને ઝંખના હોય.
તો આપણી પર શ્રીજીમહારાજની અતિશે કૃપા છે કે એજ અમીરપેઢીના સદગુરુ પ.પૂ.બપજીમાં, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના બધા જ દિવ્ય કલ્યાણકારી ગુણોના આપણને દર્શન થાય છે જે પ.પૂ.બાપજીના જોગમાં આવે અને નિર્દોષભાવે, તટસ્થરીતે જો સેવા સમાગમ કરે તેણે આં વાતનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અને ખ્યાલ આવે કે આપણને મળેલા દિવ્યપુરુષ પ.પૂ.બાપજી મહાસમર્થ અને પ્રતાપી છે. આં લેખમાળામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના જગ્યાને અભાવે થોડાકજ પ્રસંગો વર્ણવ્યા છે બાકી જેમ સદ્.ગોપાળાનંદ સ્વામી મહાસમર્થ હતા તેમજ ગુરુવર્ય પ.પૂ.બાપજી પણ મહાસમર્થ છે...
શ્રીજીમહારાજે સદ્.ગોપાળાનંદ સ્વામીને કરીયાનીમાં કહ્યું હતું કે તમે અમારી સર્વોપરી ઉપાસના નહિ પ્રવર્તાવો તો અમે તમને આં દેહમાં એક હજાર વર્ષે રાખીશું. આમ, સર્વોપરી નિષ્ઠાનું કેટલું મહત્વ છે તેનો ખ્યાલ આવે છે. તો હાલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના દેહસામું ન જોતા સર્વોપરી નિષ્ઠાના પ્રવર્તન માટે રાત-દિવસ મંડ્યા રહે છે. બસ, એક જ સંકલ્પ કે કેમ કરીને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા બધાને સહેજે થાય ને ભગવાનની મૂર્તિના અવિચળ સુખમાં પહોંચે. તો બસ, એમને દિવ્યતાથી અને નિર્દોષબુદ્ધિએ સેવીને એમનો અંતરનો રાજીપો લઈએ.