June 17, 2013
“એક આવાઝ ગુંજેગા સત્સંગ મેં,
સંપ સે હી રહેના હૈ હમ સબ કો;
તભી હોગા પૂરા સફાયા ઘર મેં કુસંગ કા,
ઔર હોગા નિર્માણ એક સુનહરી આત્મીયતા કા.”
June 7, 2013
પ્રાર્થના એટલે નોધારાનો એકમાત્ર આધાર.
પ્રાર્થના એટલે અંતરનો પોકાર, ભીખ.
પ્રાર્થના એટલે અહમ્ શૂન્ય અવસ્થા.
પ્રાર્થના એટલે કાકલૂદી, અંતરનો વલોપાત
May 28, 2013
આજે દિનપ્રતિદિન કુટુંબોમાં વિસંવાદિતા ઊભી થતી જાય છે જેના પરિણામે તૂટતાં પરિવારો અને કુટુંબોની છિન્નભિન્નતાનો આંકડો વધુ ઝડપે ગતિ કરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ સમૂહજીવનને પસંદ ન કરતાં એકાંતજીવનને વધુ પસંદ કરે છે અને સ્વતંત્ર જીવન જીવવાની આકાંક્ષાઓ સેવે છે. પરિણામે આજે કુટુંબભાવનાનું વિસર્જન થઈ રહ્યું છે. સમૂહજીવન, સમૂહભોજન અને સંગઠનભાવનાનો ભાંગતો ક્રમ વધી રહ્યો છે.
May 20, 2013
ઘર કે સ્મશાનગૃહ ?
એવું કહેવાય છે કે, “જમાના બદલ ગયા હૈ.” વધી રહેલા આજના ભોગવિલાસી જીવનમાં બધું જ બદલાતું જાય છે. આજથી 25-30 વર્ષ પહેલાં લોકો ગારમાટીથી લીંપેલા મકાનમાં રહેતા હતા, જ્યારે આજે મોટી મોટી આલીશાન બિલ્ડિંગો અને મકાનોમાં રહેતા થયા છે. પરંતુ એ ગારમાટીના મકાનમાં જે સુખ, શાંતિ અને સહાનુભૂતિ હતાં તે આજે મોટી બિલ્ડિંગ અને મકાનોમાં નથી. લોકો ઘરમાં ભૌતિક સુખસાહ્યબીને પુષ્ટ કરતી ચીજવસ્તુઓ વસાવી રહ્યા છે. ઘરનો બાહ્યિક દેખાવ સારો કરવા સારામાં સારા રંગ-રોગાન તથા રાચરચીલું કરાવે છે. પરંતુ અનેકનાં મનને મૂંઝવતો આ એક પ્રશ્ન છે કે એ ઘરમાં બધું જ છે પણ સુખ, શાંતિ, આત્મીયતાભર્યું વાતાવરણ ક્યાં છે ?
April 28, 2013
સમુહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો
પાણીના વહેણની જેમ સમય સતત બદલાઈ રહ્યો છે તેમ પારિવારિક મુલ્યોનો સમય પણ બદલાતો જાય છે. ભૂતકાળનાં પારિવારિક મુલ્યો મહદ્અંશે આજે સમાજમાંથી ઘીરે ઘીરે ભૂંસાઈ રહ્યાં છે. પારિવારિક સમૂહજીવન સમયના વહેણ સાથે આજે એકાકી જીવનમાં ફેરવાઈ રહ્યાં છે. આજના મહત્વાકાંક્ષી જીવનમાં સમૂહજીવન ભારરૂપ કે ત્રાસરૂપ લાગે છે. જેથી દરેક વ્યક્તિ એકલા રહેવાનું જ વઘારે પસંદ કરે છે. પરિણામે વિભક્ત કુટુંબો ની સંખ્યામાં મોટો વઘારો થયો છે.
April 20, 2013
વાલી જાગૃતિ એટલે શું ?
આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
March 20, 2013
વાલી જાગૃતિ એટલે શું ?
આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
January 20, 2013
ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.
December 20, 2012
શ્રી હરિએ મનુષ્યમાત્રમાં પ્રસરી ચૂકેલા અધર્મ, અજાતિ, અંધશ્રદ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલવા તેમજ મનુષ્યમાત્રનાં દુઃખડાં કાપવા સ્વયં પોતે પધાર્યા. પોતાના પ્રાગટ્ય સાથે તેઓએ અગાઉથી વિશિષ્ટ આયોજન કર્યું હતું. મહાપ્રભુનું આ પૂર્વ આયોજન કેવું હતું ? પૂર્વ આયોજનમાં કેવાં પાત્રોને એમણે નિમિત્ત કર્યા ? તેનું સુંદર નિરૂપણ કરતું એક પ્રેરણા પરિમલ અહીં માણીશું...