October 15, 2013
“અમને સંતોષ છે અમારા પરિવારથી અને અમારા પરિવારના સભ્યોથી તથા અમારી આત્મીયતાથી, અમારા સંપથી. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને મળેલા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીની અમીદ્રષ્ટિથી અમારા પરિવારની રોનક સાવ બદલાઈ જ ગઈ છે. અમે ઋણી છીએ એ દિવ્યપુરુષના (ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીના) કે જેઓએ અમારા પરિવારને એક નવી દિશા અને નવું જીવન બક્ષ્યું છે. અમને ગૌરવ છે મારા પરિવાર માટે કે અમારા પરિવારના તમામ સભ્યો એક આત્મીયતાના તાંતણે બંધાયા છે, એકબીજાને મળતા હૈયા ઊભરાઈ જાય છે, આનંદ છલકાઈ જાય છે. એકબીજા માટેના વિનય, વિવેક, મર્યાદા અકબંધ છે તો વાળી પ્રેમ, લાગણી, સહાનુભૂતિનો ધસમસતો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ઘરનું વાતાવરણ એવું દિવ્ય અને મંગલમય બની ગયું છે કે પરિવારના કોઈ સભ્યોને એકબીજાથી દૂર જવાની કે ઘરની બહાર જવાની ઈચ્છા થતી નાતી. અમારા ઘરમાં મહારાજે આપેલ સંકલ્પ “સૌની સાથે સંપીને રહેવું” એ જાણે ખૂબ ટૂંકા ગળામાં સાકાર થઇ ગયો હોય એવું જણાય છે.”
October 5, 2013
ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જે કાયર હોય એ જ બીજાની આગળ નમી જાય અને કોઈના શબ્દોને સહન કરી લે. બાકી આપણને કોઈ બે શબ્દ કહી શાનો જાય ? પરંતુ ભાઈ, દાદા બનવું એ વીરતા નથી. નાનાથી પણ નાના બનવું. સૌની આગળ સરળ થઇ નમી જવું. ભલે દયાળુ ! તમે જેમ કહો તેમ. મારી ભૂલ થઇ ગઈ – આ ભાવ સાથે સૌના દાસ થઇ જવું અને કોઈના બે શબ્દોને સહન કરવા, ક્યાંક કોઈના તરફથી ભાર-ભીડો કે તકલીફ મળે તો એનો પણ હસતા મુખે સ્વીકાર કરી દરેક પરિસ્થિતિને ઠરેલ બની સ્વીકારી લેવી. એ બધાને હસતે મુખે સહન કરી લેવું એ જ સાચી વીરતા છે. એ જ સાચી મહાનતા છે.
September 16, 2013
પૂર્ણપુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભવ્ય અને પ્રચંડ સંકલ્પો સાથે, અનંત જીવોને સુખિયા કરવાના શુભ હેતુથી આં બ્રહ્માંડોને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. તો વળી, સાથે પોતાના સંકલ્પોને પુષ્ટ કરવા તથા અનંતાનંત જીવોને એ સંકલ્પોમાં ભેળવવા સદ્.ગોપાળાનંદ સ્વામી, સદ્.મુક્તાનંદ સ્વામી, સદ્.નિત્યાનંદ સ્વામી, સદ્.નિષ્કુળાનંદ સ્વામી, સદ્.ગુણાતીતાનંદ સ્વામી તથા સદ્.બ્રહ્માનંદ સ્વામી જેવા દિવ્યસત્પુરુષોને પોતાની સાથે લાવ્યા. વર્તમાનકાળે એજ શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે. અને એમના સંકલ્પો પણ પ્રગટ છે. અને એ દિવ્ય સત્પુરુષોની પરંપરા પણ ચાલતી જ આવી છે. કારણ કે મહાપ્રભુએ કેવળ કૃપા કરી અનંત જીવોને સુખિયા કરવા, વડતાલના ૧૯મ વચનામૃતમાં કોલ આપ્યો છે.
September 4, 2013
વડોદરાના બાપુરાયજીના માતુશ્રી ધામમાં ગયા ત્યારે તેમના તેરમાના દિવસે પોતે શ્રીમંત અને આબરૂદાર હોવાથી પોતાની નાતના અને બીજા સર્વે મળીને ૩૦૦૦ માણસોને જમવા માટે શોરી-પૂરી વગેરે રસોઈ કરાવી. જમવાનો વખત થયો ત્યારે આખાય વડોદરાના બધા માણસ માળી ૮-૧૦ હાજર માણસો આવ્યા.
August 13, 2013
સર્વોપરી, સર્વઅવતારના અવતારી, સનાતન એક અને અજોડ એવા સ્વામિનારાયણ ભગવાન પોતાના મુક્ત મંડળ સહિત મનુષ્યોને મનુષ્ય જેવા દેખાયા. પોતે જેવા દિવ્ય અને સમર્થ છે તેવા જ સાથે લાવેલા મુક્તો દિવ્ય અને સમર્થ છે. છતાં માયામાં ફસાયેલા જીવોએ પોતા જેવા ભાવો શ્રીજીમહારાજમાં અને મુક્તમાં પરઠ્યા.
August 8, 2013
આપણે આટલો બધો સત્સંગ કરીએ છીએ તો મોટાભાઈના બે કડવા શબ્દો સહન કરી લેવાની તૈયારી તો આપણામાં જોઈશે ને ? આપના ગુરૂએ કેટલા માન-અપમાનોને સહન કર્યા છે ? આપણે એવા માન-અપમાન તો ક્યાં સહન કરવાના છે ? એક-બે શબ્દો સહન કરવાના છે. એમાં વળી કેવી આંટી ?
July 31, 2013
સાંસારિક જીવન જીવતી કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, “તમારી સંપત્તિ ગણાવો.” તો સામાન્ય રીતે શું ગણાવશે ? તો રૂપિયા, દાગીના, મકાન, જમીન, ફર્નીચર, વાહન, ધંધાનો વ્યાપ, શેર, - આવી મિલકતોને વ્યક્તિ પોતાની સાચી સંપત્તિ ગણે છે. હરહંમેશ આ સંપત્તિનો ચઢતો ને ચઢતો ક્રમ રહે એવી ઘેલછા દરેકને રહે છે. આ સંપત્તિમાં ઘટાડો થાય તો કોઈનેય માન્ય હોતું નથી.
July 19, 2013
“હું જ સાચો છું.”, “મારી રીત જ યોગ્ય છે.”, “મારા જેવું સારું બીજા કોઇથી ન થઇ શકે.” – એવું રહેતું હોય તે જ આપણું દેહાભિમાન છે. આપણા રોજબરોજના જીવનમાં આ જ દેહાભિમાનની પુષ્ટિ કરતા વિચારો આવતા હોય છે. એમાં જો ક્યાંક કોઇ વ્યક્તિ આપણા દેહાભિમાનનું ખંડન કરે ત્યારે ખૂબ દુ:ખ લાગે છે. એ સમયે કોઇ આપણને આપણી ભૂલ બતાવે તો આપણી ભૂલ નથી દેખાતી. અને ઉપરથી તેમના અવગુણ દેખાય છે. તો પછી તેમની માફી તો મંગાય જ ક્યાંથી ?
July 5, 2013
‘હશે હશેની ભાવના’ કેળવવા માટેનું ઉત્તમ આચરણ એટલે ક્ષમા આપો અને ક્ષમા માંગો. આપણાથી કાંઇ પણ ભૂલ થઇ ગઇ તો તુરત જ સામેના પાત્રની માફી માંગી લો, ક્ષમા માંગી લો : “હશે દયાળે, તુરત જ રાજી રહેજો, મારી ભૂલ થઇ ગઇ.” કોઇને બે શબ્દ ગુસ્સામાં આવીને બોલાઇ ગયા તો તુરત જ બે હાથ જોડી નમ્ર ભાવે ક્ષમા માંગી લો. : “દયાળુ, રાજી રહેજો. મારાથી આપને કટુ વચન બોલાઇ ગયાં માટે માફ કરજો.” ક્ષમા માંગવામાં જરાય સંકોચ કે નાનપ ન અનુભવવાં. કારણ કે પોતાની ભૂલની ક્ષમા માંગવી એ નાનીસૂની વાત નથી.
June 20, 2013
આધ્યાત્મિકમાર્ગ હોય કે પછી વ્યવહારિક માર્ગ હોય કે પછી દેશની-સમાજની ઉન્નતિનો માર્ગ હોય પરંતુ એ દરેક માર્ગમાં, ક્ષેત્રમાં જે જે મહાન બન્યા છે, અનંતના મોક્ષદાતા બન્યા છે તેમની સફળતાના મૂળમાં કે તેમની મોટપ અને મહાનતાના મૂળમાં સહનશીલતાનો પાયો અતૂટ અને અવિચળ રહ્યો છે. તેનું ઉદાહરણ પણ આપણે પ્રત્યક્ષ જોયું છે અને સાંભળ્યું છે. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં પિસાતો હતો. ત્યારે ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ પણ ‘સહનશીલતા’રૂપી ઉત્તમ શસ્ત્રનો જ સહારો લીધો હતો.