March 28, 2016
રૂમાલનો ભાર નથી લાગતો પણ જ્યારે રૂમાલને ગાંઠો વળે છે તે જ ભાર આપે છે. એમ વ્યક્તિનું વર્તન હેરાન નથી કરતું પણ જ્યારે તેના માટે પૂર્વાગ્રહની ગાંઠો બંધાય છે તે જ દુઃખી કરે છે. પણ આ ગાંઠોને છોડવી કઈ રીતે ?? તે જોઈએ આ લેખમાળામાં...
March 19, 2016
માણસે સંશોધનો કરી કરોડો રૂપિયાના ખર્ચે ઉપગ્રહ છોડ્યા છે પણ સાવ મફતમાં છોડવાનો પૂર્વાગ્રહ આપણે નથી છોડી શકતાં ??? આવું કેમ ??? પૂર્વાગ્રહ એટલે શું ??? તે આપણને કઈ રીતે દુઃખી દુઃખી કરી દે છે તે નિહાળીએ આ લેખમાળા દ્વારા...
March 12, 2016
દરેક જગ્યાએ બૅલેન્સ જળવાવું જરૂરી છે. વધુ પડતું જમવું દુઃખદાયી છે તો ન જમવું એ પણ દુઃખદાયી છે... વધુ પડતું બોલવું દુઃખદાયી છે તો ન બોલવું તે પણ એટલું જ દુઃખદાયી છે. તો શું કરવું ??? બૅલેન્સ રાખવું... વધુ પડતી ઇચ્છા ન રાખવી તો ચાલો તે બૅલેન્સ કરવાની રીત શીખીએ...
March 5, 2016
જમવાની રસોઈમાં મીઠું જરૂરી છે. પણ મીઠું વધુ પડી જાય તો...? દૂધ ગળ્યું કરવા ખાંડ જોઈએ પણ વધુ પડી જાય તો...? Excess is always poison. એમ જીવનમાં ઇચ્છાને અપેક્ષાઓ જરૂરી છે પણ પોતાની Capacity બહારની વધુ પડતી અપેક્ષાઓ દુઃખી કરી નાખે છે... કઈ રીતે ? તે નિહાળીએ આ લેખામૃતમાં...
February 28, 2016
પ્રૅક્ટિકલ જીવનમાં આપણે કેવો સંગ કરતા હોઈએ છીએ ખરેખર કેવો સંગ કરવો જોઈએ તે વિવેક શીખીએ આ લેખમાળા દ્વારા...
February 19, 2016
સારો સજ્જન વ્યક્તિ શું ખરાબમાં ખરાબ વ્યક્તિ બની શકે ??અનંતને સદમાર્ગે વાળનાર ક્યારેય પોતે જ ખરાબ માર્ગે પ્રયાણ કરી બેસે ?? શું આવું બને ?? હા... કારણ એક જ છે... જેવો સંગ તેવો રંગ... ભલે ગમે તેટલા સારા છીએ પણ જો ખરાબ સંગ થઈ જાય તો ખરાબ નહિ ખરાબથી ખરાબ થઈ જવાય. કઈ રીતે ?? તે જોઈએ આ લેખરંગમાં...
February 12, 2016
આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કાયમ એક અભિપ્રાય જણાવતાં કે તમારું વર્તન વાતો કરશે. તમે એવા થજો... કે તમારે કોઈને ઉપદેશ ન કરવો પડે પણ આપણું વર્તન જ સામેનાને ટાઢુ કરે ને સુધરવાની પ્રેરણા મળી જાય. તો એવું કેવું વર્તન કરવું..?? જેને જોઈ કુસંગીને પણ સત્સંગી થવાનું મન થઈ જાય... તે જોઈશું આ લેખમાળામાં...
February 5, 2016
જેમ આપણા વિચાર અને વાણી આપણને સુખી અને દુઃખી કરે છે એ જ રીતે આપણું વર્તન જ આપણને ક્યાંક સુખી અને દુઃખી કરી દે છે. કેવું વર્તન સુખદાયી નિવડે છે ને કેવું વર્તન દુઃખદાયી નીવડે છે તે નિહાળીએ આ લેખાકૃતિમાં...
January 28, 2016
અગ્નિનો દાહ માણસના શરીરને બાળે છે પણ વાણીનો દાહ તો આત્માને બાળે છે... માટે પ્રેક્ટિકલ જીવનમાં કેવી વાણી બોલીએ તો સુખદાયી નીવડે ?? એ જોઈશું આ લેખાકૃતિમાં...
January 19, 2016
માનવ જીવનમાં જે વ્યવહાર થતા હોય છે તેનું એક માધ્યમ છે વાણી... વાણી જ સુખ આપે છે ને તે વાણી જ દુઃખ આપે છે. આવું કેવી રીતે ? તે જોઈએ અને મીઠી સુખદાયી વાણી કઈ રીતે બોલવી ?? તે શીખીએ આ પ્રસ્તુત લેખમાળા દ્વારા...