July 19, 2016
માનને લીધે તથા અપમાન થાય ત્યારે તેના નકારાત્મ્ક વિચારોને લીધે સ્વજીવનમાં કેવી પડતી થાય છે ? અને માન-અપમાનથી રહિત થવાના ઉપાયો કયા કયા છે ? તે જોઈએ આ લેખાંકમાં…
July 12, 2016
સ્વાદિષ્ટ વાનગી કઈ ? પશુને ભાવે ખાણ ને માણસને ભાવે વખાણ. માન-અપમાન એ દરેકના જીવનમાં અવારનવાર આવતી પરિસ્થિતિ છે. માન-અપમાન એટલે શું ? માનવમાત્ર કેવા માન-અહંકારમાં રાચતો હોય છે ? માન વ્યાપે ત્યારે કેવા આઘાત-પ્રત્યાઘાત આવે છે ? તે ‘સુખ-દુઃખનું મૂળ – માન-અપમાન’માં જોઈએ.
July 5, 2016
ઈર્ષ્યા એ અગનજ્વાળા છે જે વગર લાકડે બાળે છે. આવા ઈર્ષ્યાળુના લક્ષણો, ઈર્ષ્યાથી થતું નુકસાન, શ્રીજીમહારાજના અભિપ્રાયો તથા ઈર્ષ્યા ટાળવાના ઉપાયો સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યામાં દર્શાવ્યા છે.
June 28, 2016
વર્તમાનના સંકુચિત માનુષી જીવનમાં અન્યની પ્રગતિને જોઈ હૈયું ઈર્ષ્યારૂપી અગ્નિજ્વાળાથી બળી મરતું હોય છે. જે તમામ સાનુકૂળ સંજોગોમાં પણ આનંદની પળો ગુજારવા દેતું નથી. આવી ઈર્ષ્યાનું લક્ષણ શું ? ઈર્ષ્યા અન્યને કેવી હાનિ પહોંચાડાતી હોય છે ? તે ‘સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યા’ લેખમાં જોઈએ અને તેનાથી રહિત થઈએ...
June 19, 2016
જીવનમાં સદાય સુખી રહેવા માટે સમજણ કેવી દૃઢ કરવી તે આપણે શીખ્યા... પરંતુ હજુ એક પરિબળ એવું છે કે જે આપણને સુખના સમુદ્રમાં બેઠા થકા પણ અંતરે આગ લગાડે છે. અને દુ:ખિયા કરી દે છે. શું છે એવું ? જેને નિવારવું અતિ આવશ્યક છે.
June 12, 2016
સમજણેયુક્ત જીવનવાળી વ્યક્તિ કાંટાળી કેડી પર કોમળ ફુલો બિછાવી દેવા સક્ષમ છે. કેવી રીતે ? તો, પ્રથમ વડીલ તરીકે કેળવવાની સમજણ આપણે દૃઢ કરી. હવે, અન્ય ત્રણ સમજણ કેવી કેળવવી તે આ લેખમાળામાં શીખીએ...
June 5, 2016
વિપરીત સંજોગોમાં દુઃખથી રહિત થવાનો ઉપાય છે – સમજણ. વાસ્તવમાં સમજણ એટલે શું ? કેવા સંજોગોમાં કેવી સમજણ રાખવી ? તે જ રીતે ચોતરફ થતી આપણી વાહવાહથી નિર્લેપ રહેવાનો ઉપાય પણ છે – સમજણ. તેની અલ્પ ઝાંખી કરીએ ‘સુખ-દુઃખનું મૂળ - સમજણ’માં.
April 19, 2016
‘કરવું હોય તો થાય જ...’ આ સૂત્રને ક્યાંક ખોટું પાડી દઈએ છીએ... સ્વીકૃતિ કરવાનો દૃઢ સંકલ્પ કરવા છતાં પણ સ્વીકૃતિ અંદરથી થઈ નથી શકતી તેનાં કારણો શું ? તે જોઈએ ને તેને નિવારવા પ્રયત્નશીલ બનીએ...
April 12, 2016
સ્વીકૃતિ ક્યાં ને કેવી રીતે રાખવી તેની સરળ સમજૂતી મેળવી સ્વીકૃતિ કરતાં શીખીએ આ સ્વીકૃતિ લેખમાળા દ્વારા...
April 5, 2016
કોઈપણ સારી-નરસી સ્થિતિ-પરિસ્થિતિ, સમય-સંજોગ, વ્યક્તિ, પદાર્થનો સહર્ષ સ્વીકાર કરી લેવો એ પણ એક સદાય સુખી રહેવાની અદભુત કળા છે... ચાલો, આ લેખમાળા દ્વારા આ કળાને હસ્તગત કરીએ...