September 28, 2017
મનુષ્યમાત્રની તમામ ક્રિયાઓનું મુખ્ય ચાલકબળ એટલે ‘સંકલ્પશક્તિ’ અને અસાધારણ કાર્યો પાછળનું મુખ્ય પાસું એટલે ‘દૃઢ સંકલ્પશક્તિ’. આ દૃઢ સંકલ્પશક્તિ શું ચીજ છે તે આવો નિહાળીએ…
September 19, 2017
વિશ્વાસના આધારે તો સંસારસમુદ્રના વહાણ ચાલે છે માટે જ સૌનૌ વિશ્વાસ કમાવો તે અતિ મહત્ત્વનો છે તો આ લેખમાળા દ્વારા આપણે જાણીશું અન્યોઅન્ય વચ્ચે વિશ્વાસ આદાન-પ્રદાનથી થતા ફાયદા જાણીએ...
September 12, 2017
વિશ્વાસ એ તત્કાલીન કોઈ પર મૂકી શકાય કે આપી શકાય એવી વસ્તુ નથી. ખરેખર વિશ્વાસનું આદાન-પ્રદાન કયા પરિબળો પર આધારિત છે ? તે આવો નિહાળીએ…
September 5, 2017
વિશ્વમાં પારસ્પરિક સંબંધોને ઘનિષ્ઠ બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે છે વિશ્વાસ. વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે. વિશ્વાસનું આપણા સૌના જીવનમાં શું મહત્વ છે તે સમજીએ….
July 19, 2017
“જે મળ્યું છે તેમાં સંતોષ માનવો.” આ આપણા વડવાઓની ઉક્તિ ભૂલી જનાર વધુ ને વધુ મેળવવાની ઘેલછામાં વેંત કરતાં વધારે પહોળું કરજ કરી દુઃખી થાય છે. આવી ગેરસમજથી પાછા વળી મહારાજ અને મોટાના અભિપ્રાય તરફ દૃષ્ટિ કરીએ.
July 13, 2017
બાપા... બાપા... અબજીબાપા...” કહેતાં કહેતાં તો એમનું મુખ ભરાઈ જાય. એમના મુખ પર પ્રસન્તાનો મહાસાગાર લહેરાઈ જાય.
બાપાશ્રી પ્રત્યે તેમને આગવો, અદ્વિતીય ને અજોડ પ્રીતિનો નાતો, અનુપમ લગાવ અને આગવી અસ્મિતા પણ એવી જ અલૌકિક !
ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં સૌને બે હસ્ત ઊંચા કરી બોલાવડાવે, “બાપા !! કોના બાપા ? આપણા બાપા...”
July 12, 2017
“મારા આશ્રિત આ લોકમાં અન્ન, વસ્ત્રે દુઃખી નહિ થાય રે.” આવા દિવ્ય આશીર્વાદ આપણને સૌને આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તરફથી મળી ગયા છે પણ આપણી વધુ ને વધુ ઇચ્છાઓ, જરૂરિયાતો અને ભૌતિક સુખ મેળવવાની ઘેલછા આપણને કરજ કરવા તરફ પ્રેરે છે તો આવો આ લેખ દ્વારા પ.પૂ. સ્વામીશ્રી કરજ અંગે શું ભલામણ કરે છે તે નિહાળીએ.
July 12, 2017
સ્વામી, સ્વામી “કહેતાં મુખ ભરાઈ જાય...
સ્વામી આવે છે…” સાંભળતાં જ એમનું મુખારવિંદ પ્રસન્ન થઈ મલકાઈ ઊઠે...
“સ્વામી આવ્યા...? સ્વામી ક્યાં છે ?” એમ કહેતાં સ્વામીને મળવા, વિહ્વળ બનતા.
સ્વામીને મળવા... ભેટવા... રાજીપો આપવા... બાવરા બનતા.
સ્વામીના આગમનની આતુરતા જણાવતા.
July 11, 2017
24મી જાન્યુઆરી, 2003ની પ્રભાત હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી 4-5 હરિભક્તોને સાથે લઈ સુરેન્દ્રનગર બ્રહ્મસત્રમાં લાભ આપવા માટે પધારી રહ્યા હતા. સરખેજથી આગળ હાઈવે ઉપર એક ટ્રેલર અથડાતા ગુરુવર્ય પ.પૂ. બાપજી જે ગાડીમાં બિરાજ્યા હતા તેનો એક્સિડન્ટ થયો. ગાડીનો આગળનો કાચ ફૂટી ગયો. ગુરુવર્ય પ.પૂ. બાપજીના ભાલમાં તથા મસ્તકમાં કાચના કટકા ઘૂસી ગયા તથા બ્રેકની પછડાટ વાગતાં તમ્મર આવી ગઈ હતી.
July 10, 2017
જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.