July 9, 2017
જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે જેમનું પ્રાગટ્ય અનંત મુમુક્ષુઓને કાળ, કર્મ, માયાના બંધનથી છોડાવી મૂર્તિના સુખ સુધી બાયપાસ કરાવવા માટે છે એવા વિરલ પુરુષે આજે કંઈક નવીનતમ ચેષ્ટા કરી હતી.
July 8, 2017
દંભ ? કપટ ? યુક્તિ-પ્રયુક્તિ ? અરે ! ના, ભાઈ ના ! કેવી નિખાલસતા ! ઊડીને આંખે ચોંટે. નહિ કોઈ શરમ કે સંકોચ ! નહિ પોતાની પદવીનો ખ્યાલ ! નહિ કોઈ પોતાપણાનો ભાર ! હા... મુક્તો, ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિખાલસતા આગળ આપણે સૌ કોઈ ઝાંખા પડી જઈએ. જેવા એ દિવ્યપુરુષ બે-પાંચ જણની આગળ નિખાલસ હોય એવા ને એવા જ હજારો ને લાખોની મેદની વચ્ચે પણ હોય !
July 7, 2017
દસ વર્ષ પહેલાં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલ જિલ્લાના ટીંબલા ગામે વિચરણ અર્થે પધાર્યા હતા. ગામમાં સત્સંગ ખરો. છતાં અંધશ્રદ્ધા ને ભૂવા-ભરાડીનો પ્રભાવ ગામમાં વિશેષ રહેતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીના આગમનના સમાચાર મળતા ગામના સત્સંગી બંધુઓ એકત્ર થઈ, દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બધાને પૂછ્યું કે, “અલ્યા, તમે કોઈ બકરાંની કે મરઘાંની હિંસા તો નથી કરતા ને ?” બધાએ કહ્યું, “બાપા... ના...” એવામાં કોઈક બે હાથ જોડી દીનભાવે બોલ્યા, “બાપા ! ગામમાં ઘણી વાર કોઈને સાપ કરડે તો એ વખતે તેનું ઝેર ઉતારવા માટે ભૂવા પાસે જવું પડે છે. ને ઝેર ઉતાર્યા બાદ અમારી પાસે બકરાં ને મરઘાં માગે છે... માટે શું કરીએ ? લાચાર થઈને આપવાં પડે છે.” ત્યાં તો...
July 6, 2017
“દાતણ હોય ત્યાં દીવો નહિ ને દીવો ત્યાં નહિ દાતણ.” એવું અવિરત વિચરણ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેક મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણના કોલ આપતા. એવું જ અવિરત વિચરણ વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ તાદૃશ્ય થાય છે કે જેઓ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી આત્યંતિક કલ્યાણના કોલ આપવા સખત દાખડો કરી રહ્યા છે.
July 5, 2017
આવક અને ખર્ચનું યોગ્ય સંતુલન જાળવી શકે એ શાણી વ્યક્તિનું પ્રતિક છે. તો આપણે તો ભગવાનના ભક્ત છીએ તો એક આદર્શ સત્સંગી તરીકે ખર્ચમાં વિવેક કેવી રીતે કેળવવો તે આવો આ લેખમાળા દ્વારા નિહાળીએ…
July 5, 2017
“સત્પુરુષ છે અંતર્યામી, જીવોના અંતરનું જાણે રે;
અંતર ઉદભવતા સંકલ્પો, કહી દેખાડે આ ઠામે રે.”
અંતર્યામીપણું એ મહારાજ અને મોટાપુરુષનો આગવો અલૌકિક ગુણ છે. મોટાપુરુષ કોઈ પણ પ્રકારના આવરણે રહિત સૌના અંતરનાં સંકલ્પો અને ક્રિયાને જાણે છે. કેટલીક વાર કોઈને જણાવે અને ન પણ જણાવે, પરંતુ એમનાથી કશું જ અજાણ હોતું નથી.
July 4, 2017
દાસત્વભાવ અને નિર્માનીપણું ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં એક અંગની જેમ એટલાં બધાં દૃઢીભૂત થયેલાં છે કે, એમના અવરભાવના વ્યક્તિત્વમાંથી, એમના જીવનની હર એક ક્રિયામાં સહજમાં ક્ષણે-ક્ષણે તેના દર્શન થાય. જેના દર્શન કરતાં સૌ કોઈના મુખે સહસા જ શબ્દો સરી પડે કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે દાસત્વભાવનું સાક્ષાત્ મૂર્તિમંત સ્વરૂપ જોઈ લ્યો... !”
July 3, 2017
પ્રાતઃકાળે ઘડિયાળનો કાંટો 5:45 ઉપર આવ્યો. ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા પોતાના આસને વચનામૃત વાંચતા હતા ને એકદમ પોતાના સેવક સંતને એક સંતનું નામ આપી બોલાવવા કહ્યું. એ સંત પૂજામાં મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરતા હતા. સેવક સંતે એ સંતને શોધી કહ્યું, “બાપજી તમને યાદ કરે છે.” પૂજા પૂર્ણ કરી પેલા સંત ઝડપભેર હાંફળા બની ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને પહોંચ્યા. દંડવત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીની પડખે બે હાથ જોડી એક નજરે તેમની સામું જોઈ રહ્યા. મરમાળું હાસ્ય કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અલ્યા, તું રાજી તો છે ને ? ! આનંદમાં તો છે ને ?!” આટલું સાંભળતાં તો પેલા સંત અતિ ગળગળા બની ગયા.
July 2, 2017
પંચમહાલ એટલે હેડંબાભૂમિ. આપણી અમીરપેઢીના સદ્. ગોપાળબાપાએ આ હેડંબાભૂમિમાં સત્સંગ પ્રચારનું બીડું ઝડપ્યું હતું. સદ્. ગોપાળબાપાની અસ્મિતા પ્રજ્વલિત રહે તે કાજે વર્તમાનકાળે તે બીડું ઝડપ્યું ગુરુવર્ય પ.પૂ. બાપજીએ. અવિરત વિચરણ અને અવિસ્મરણીય દાખડો કરી અનેક આદિવાસીઓને દારૂ છોડાવી, વ્યસન મુકાવી, કંઠી બાંધી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠાયુક્ત પાકા સત્સંગી કર્યા.
July 1, 2017
કહેવાય છે કે, “સાધુનો શણગાર, સાદગીમાં જ સજ્યો.” સાદગી એ જ સાધુની શોભા છે, સાધુનો શણગાર છે અને સાદગીનો પણ જે શણગાર છે એવા વર્તમાનકાળે સત્પુરુષ છે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી. હા... એમનાં દર્શન કરીએ ત્યારે એમનામાં બસ સાદગીનાં જ દર્શન થાય. એવું લાગે કે સાદગીને જ ગુરુવર્ય પ.પૂ. બાપજી સોહાવી રહ્યા ન હોય !!